વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે

Featured Video Play Icon
Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે
ઈન્ડોર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાને 18,778 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
વડાપ્રધાને કહ્યું કેમ છો બધા આણુ સુરત મજામાને

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવ્યા ત્યારે ઈન્ડોર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાને સુરત સહિત દક્ષિણ ગુજરાતને 18,778 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. વડાપ્રધાને કેમ છો બધા આણુ સુરત મજામાને કહી ભાષણની શરૂઆત કર્યા બાદ માજી મેયર સ્વર્ગીય કનુ માવાણીને યાદ કર્યા હતાં.

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે એટલે કે 5 જૂનના રોજ સુરતની મુલાકાતે આવ્યા હતાં. તેઓ સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મેક ઈન ઈન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી સુરતના ઈન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતાં. ત્યાં વડાપ્રધાનના વરદહસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજીત 18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ અપાઈ હતી. આ મેગા પ્રોજેક્ટ્સમાં 13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ જ્યારે 4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *