સુરતના કાપોદ્રા અપહરણ મામલે પોલીસને સફળતા મળી

Featured Video Play Icon
Spread the love

સુરતના કાપોદ્રા અપહરણ મામલે પોલીસને સફળતા મળી
પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડી ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી પ્રેમ લગ્ન કરનાર પતિ પત્નિનુ અપહરણ કરવા મામલે પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડી ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

સુરતના કાપોદ્રા અપહરણ મામલે પોલીસને સફળતા મળી હતી. કાપોદ્રા વિસ્તારમામાંથી સાત મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર પતિ પત્નીનું અપહરણ કરવામાં આવ્યું હતું. કાપોદ્રા રવિ પાર્ક સોસાયટીમા રહેતા હતા દંપતિને યુવતીના પીતાએ અન્ય લોકો સાથે મળી દીકરી અને તેના પતિનું અપહરણ કર્યું હતું. અને બંનેને માર મારી કારમા અપહરણ કરી પંચમહાલ તરફ ભાગ્યા હતાં. તો આ અંગે કાપોદ્રા પોલીસને જાણ થતા કાપોદ્રા પોલીસે સીસીટીવી અને મોબાઈલ લોકેશન આધારે પંચમહાલ જિલ્લામાંથી આરોપીઓને પકડી પાડ્યા હતાં. અપહરણ કરવામાં આવેલ દંપતિને પોલીસ મુક્ત કરાવ્યા બાદ સાત આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *