રાધનપુરમાં વિકાસના દાવાઓની પોલ ખૂલી

Featured Video Play Icon
Spread the love

રાધનપુરમાં વિકાસના દાવાઓની પોલ ખૂલી
ભાજપ શાસિત નગરપાલિકા સામે રહિશોમાં ભારે આક્રોશ
રહીશોને ખદબદતી ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની ચિંતા
રાધનપુર બજારના રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય
જીવલેણ બની રહ્યા છે ખાડાઓ
લોકોને ક્યારે મળશે આ ખાડાઓથી મૂકતી ?

વિકાસશીલ ગુજરાતના બણગા ફૂંકનારા નેતાઓ રાધનપુર શહેરમાં જઈ જુએ તો ખબર પડે કે અહીં વિકાસનું કેવી રીતે ગળુ મરડી દેવામાં આવ્યુ છે. પાટણના રાધનપુરમાં વિકાશશીલ ગુજરાતની વાતો વચ્ચે વિકાસના નામે અહી રાધનપુર શહેરમાં ખખડધજ રોડ રસ્તા, શહેરમાં ઉભરાતી ગટરો, ગટરોના ખુલ્લા ઢાકણાં અને ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય, રહીશોને ખદબદતી ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની ચિંતા, રહીશોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ છે, ભાજપ શાસિત નગરપાલિકા સામે રહિશોમાં ભારે આક્રોશ

મેઘરાજાની મહેર બાદ ખાડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે જ્યા વરસાદ બાદ રસ્તાની સ્થિતિની વાત કરવામાં આવે તો રાધનપુર શહેરમાં રોડ રસ્તાની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, રાધનપુર શહેર હોય કે પછે હાઇવે હોય કે પછે સામાન્ય રસ્તા તમામની સ્થિતિ કથળેલી છે પાટણ જિલ્લામા હાલ અનેક રસ્તાની હાલત કફોડી ભરી છે, રાધનપુરની મુખ્ય બજારનો રસ્તાઓ તો એવો છે કે તેને જોયા બાદ એ જમજવુ મુશ્કેલ બને છે કે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો, દર વખતની જેમ આ વખતે પણ થોડો વરસાદ પડતાની સાથે જ રસ્તા પર ખાડા પડવા લાગ્યા, આ ખાડાઓ તંત્ર ના દાવાઓની પોલ ખોલી પાડી રહ્યા છે, રાધનપુર શહેરના આ રસ્તાની હાલત તો એવી છે કે તેને જોયા બાદ વાહન ચાલકને વિચારવું પડે છે તે પોતાનું વાહન ક્યાથી ચલાવે, ખાડા ટાળવાની વાત તો ભૂલીજ જવાની, એ વિચારવું પડે કે ક્યા ખાડાના લેવાથી કમર ને ઓછુ નુકશાન થશે, ઘરથી બહાર નીકળતી વખતે એ વિચારવું પડે કે ક્યા રસ્તા પર જશુ તો ઓછું નુકશાન થશે, રાધનપુર શહેરના રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, લોકો રસ્તા પર થી પસાર થાય છે ત્યારે તમામ મુશ્લીઓને ભૂલી જાય છે કારણ કે જો રસ્તા પર ધ્યાન નહીં આપે તો હોસ્પિટલ જવાનો વારો આવે તેમ છે, લોકોના ટેક્ષના નાણા ની કેવી રીતે બરબાદી થાય છે તેના આ ખાડા પુરાવા છે, રાધનપુર શહેરનો આ રસ્તો તો એવો છે કે થોડા મહિના પેલાજ બન્યો છે તેમ છતા રોડ ધોવાઈ ગયો છે.

આ રાધનપુર શહેરના આ બીજા દ્રસ્યો જોઈએ લ્યો, આ દ્રશ્યો છે રાધનપુર વડપાસર તળાવના જેની બાજુમા ધાર્મિક સ્થળો આવેલ છે, તેની બાજુમાં ગંદકી અને કચરના ઢગ જોવા મળી રહ્યા છે, આટલું નહીં. હજુ આ પણ જોઈએ લ્યો ખુલ્લી, ઉભરાતી ગટરો થી ગંદકી ખદબદી રહી છે, રાધનપુર નગરપાલિકા તંત્ર પણ સફાઈની કામગીરીમા નિષ્ફળ ગયુ હોય એમ લાગી રહ્યું છે, સરકારના સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાવડા જોવા મળી રહ્યા છે, રાધનપુરમાં ભાજપ શાસિત નગરપાલિકા સામે રહીશો મા રોષ ભભૂકી ઉઠ્યો, રાધનપુર શહેરમા ગંદકી ના સામ્રાજ્ય અને ઉભરાતી ગટરો ના લીધે સ્થાનિક રહીશોનો પાલિકા તંત્ર સામે ભારે રોષે ભરાયા છે, રહીશોને ખદબદતી ગંદકીથી રોગચાળાની ચિંતા ઉદ્દભવી અને તેમનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ નહીં તેને લઇ ચિંતિત છે આ વિસ્તારની એ પ્રજા જેમણે ખોબલે ને ખોબલે મત આપી શંકરસિંહ વાઘેલા, શંકર ચૌધરી, અલ્પેશજી ઠાકોર, રઘુભાઈ દેસાઈ, લવેંગજી ઠાકોર જેવા અડીખમ નેતાઓને જીતાડી ગાંધીનગર સુધી તો પોહચાડ્યા પરંતુ તેવોની પરિસ્થિતિ માં કોઈ જ બદલાવ નથી આવ્યો આ નેતાઓ જીતી તો ગયા પરંતુ પ્રજાને આપેલા વચનો ભૂલી ગયા હોય તેવુ લાગે છે. રાધનપુર અને સાંતલપુર વિસ્તાર પાટણ જિલ્લાનું નાક ગણાય છે રણને અડીને આવેલા આ પંથકની વેદના કોણ સાભશે તે એક પોટો પ્રશ્ર્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *