વડોદરા સયાજી હોસ્પિટલમાં હીયરિંગ એઇડ મશીન માટે દર્દી ધરમના ધક્કા.

Featured Video Play Icon
Spread the love

વડોદરા સયાજી હોસ્પિટલમાં હીયરિંગ એઇડ મશીન માટે દર્દી ધરમના ધક્કા.
છેલ્લા 2 વર્ષથી બહેરાશના દર્દી ધક્કા ખાવા મજબૂર બન્યા.
સરકારે 2 વર્ષથી ગ્રાન્ટ ન આપતા દર્દીઓને નથી મળી રહ્યાં હીયરિંગ એઈડ.

ઉંમરલાયક વ્યક્તિને મોટાભાગે બહેરાશની સમસ્યા સતાવતી હોય છે. જેના નિરાકરણ માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય બધીરતા નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હીયરિંગ એઈડ અપાય છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં હીયરિંગ એઇડ મશીન માટે દર્દીને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે

વડોદરાની સયાજી હોસ્પિટલનું ચિત્ર કાંઈક અલગ છે, જેમાં ઈએનટી વિભાગમાં 2 વર્ષથી બહેરાશ માટે હીયરિંગ એઈડ લેવા 300 દર્દી વેઈટિંગમાં છે. જોકે આ લોકોની બહેરાશની સમસ્યા અંગે સરકારને સંભળાતું જ નથી. 2 વર્ષથી સરકાર દ્વારા ફંડ નહી અપાતાં 300 દર્દી માટે એસએસજી હોસ્પિટલ હીયરિંગ એઈડની વ્યવસ્થા કરી શકી નથી. ડીસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રિહેબિલિટેશન સેન્ટરના કર્મીઓએ પણ 300થી વધુ દર્દી હીયરિંગ એઈડ વેઈટિંગમાં હોવાની પુષ્ટિ કરી હતી. સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ કહ્યું કે, સરકારનો રાષ્ટ્રીય બધીરતા નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ પ્રોગ્રામ ચાલે છે. જે અંતર્ગત જે લોકોને બહેરાશ હોય કે દિવ્યાંગ લોકો જેમને ઓછું સંભળાતું હોય તેમના માટે હીયરિંગ એઈડ ખરીદાય છે

ખાનગી કંપનીના નિવૃત કર્મચારીએ જણાવ્યું હતું કે મારા બંને કાનમાં ઉંમરને કારણે સંભળાવવાનું ઓછું થઈ ગયું હતું. એસએસજીમાં ટેસ્ટ થયા બાદ મશીન પહેરવું પડશે તેમ કહ્યું હતું. જોકે એસએસજીમાં હીયરિંગ એઈડ માટે 2 વર્ષનું વેઈટિંગ હોવાથી બહારથી મશીન ખરીદવું પડ્યું છે, તેમજ અન્ય એક શિક્ષક દર્દીએ જણાવ્યું હતું કે મને 6 મહિનાથી જમણા કાનમાં સાંભળવાની તકલીફ થતાં એસએસજીમાં ઓડિયોગ્રામ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ હીયરિંગ એઈડ લેવા તપાસ કરતાં 2 વર્ષનું વેઈટિંગ હતું. જેના પગલે મારે ઓનલાઈન રૂા.800 માં હીયરિંગ એઈડ ખરીદવું પડ્યું હતું

સૂત્રોના જણાવ્યા મુજબ ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપિસ્ટ સપ્તાહમાં બે દિવસ આવે છે. જેથી દર્દીઓને પણ તકલીફ પડે છે. સરકાર દ્વારા ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપિસ્ટની પોસ્ટ જલદીથી ભરે તેવા પ્રયાસ થતા નથી. ડોક્ટરોએ કહ્યું કે, આ પોસ્ટ માટે 12 હજાર પગાર અપાય છે. આટલા ઓછા પગારમાં થેરાપિસ્ટ આવવા તૈયાર ન હોવાનું જણાવ્યું હતું. સયાજી હોસ્પિટલમાં ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રિહેબિલિટેશન સેન્ટર અને ડિસ્ટ્રિક્ટ અર્લી ઈન્ટર્વેન્શન સેન્ટર બંને જગ્યા પર ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપિસ્ટની જગ્યા ખાલી છે. જેથી એસએસજીમાં વિઝિટર ઓડિયોલોજી થેરાપિસ્ટને બોલાવાય છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *