સુરતમાં કોંગ્રેસ દ્વારા પાટીદાર વિમર્શ બેઠકનુ આયોજન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કોંગ્રેસ દ્વારા પાટીદાર વિમર્શ બેઠકનુ આયોજન
બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો હાજર રહ્યા
બેઠકમાં સમાજની સમસ્યાઓ બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી

પાટીદાર સમાજને કઈ રીતે કોંગ્રેસ સાથે ફરી જોડી શકાય તે માટે સુરતમાં કોંગ્રેસ દ્વારા પાટીદાર વિમર્શ બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત શહેરમાં પાટીદાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના યોગીચોક વિસ્તારમાં પાટીદાર સમાજને કઈ રીતે ફરીથી કોંગ્રેસ સાથે જોડી શકાય તે બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકની અંદર મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકમાં સમાજની સમસ્યાઓ બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ કઈ રીતે પાટીદારોનું સમર્થન મેળવી શકે તે બાબતે પણ આગેવાનો પાસેથી સૂચનો મેળવવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *