સુરતના પાંડેસરા વિસ્તારમાં મકાનની ગેલેરીનો ભાગ ધરાશાય

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરા વિસ્તારમાં મકાનની ગેલેરીનો ભાગ ધરાશાય
ગેલેરીનો ભાગ ધરાશાય થતાં પાર્ક કરેલા વાહનોને નુકસાન
ફાયર બ્રિગેડે ઘરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાં સતત બીજા દિવસે મકાનની ગેલેરીનો ભાગ ધરાશાય થતાં પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું જ્યારે ફાયર બ્રિગેડે ઘરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાં.

સુરતના પાંડેસરા વિસ્તારના મુક્તિનગરમાં સતત બીજા દિવસે ગેલેરી ધરાશાય થવાની ઘટના સામે આવી છે. ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડતાં નીચે પાર્ક કરેલી એક રિક્ષા અને બાઇક દબાઈ જતાં ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઘરમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ બાદ હવે મકાનોની ગેલેરીઓ ધરાશાય થવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *