સુરત ગોડાદરાની વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં હોબાળો
26 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત
પરિવારજનોના હોસ્પિટલના તબીબો સામે ગંભીર આક્ષેપો
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવેલી 26 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થતાં ભારે હોબાળો મચ્યો છે. પરિવારજનોએ હોસ્પિટલના તબીબો સામે ગંભીર આક્ષેપો કરી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
ગોડાદરા ખાતે આવેલી વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં 26 વર્ષીય રાણી દેવીને પ્રસૂતિ માટે લાવવામાં આવી હતી. પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં તબીબ હાજર ન હતા અને નર્સ મારફતે સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન રાણી દેવીનું મોત નિપજતાં પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી જવાબદાર તબીબો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. ઘટનાની જાણ થતાં ગોડાદરા પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
