ભાવનગર ડુપ્લીકેટ દારૂ મામલે એસએમસીની તપાસ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ડુપ્લીકેટ દારૂ મામલે એસએમસીની તપાસ
21 બુટલેગરો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
સપ્લાયર ગૌતમ સોલંકી સહિત 21 બુટલેગરો સામે નામ જોગ ફરિયાદ

ભાવનગરમાં દારૂ બનાવનાર બુટલેગરનું જ પીવાથી મોત નીપજ્યું છે, જ્યારે 21 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ તરફ વધુ એક આધેડ આઈસીયુમાં સારવાર હેઠળ છે અને એક શિક્ષકની શંકાસ્પદ લાશ મળી આવી છે.

ભાવનગરમાં ચર્ચિત ડુપ્લિકેટ દારૂ મામલે અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેણે આ જીવલેણ અને બનાવટી દારૂ બનાવ્યો હતો, તે મુખ્ય કારીગરનું જ આ દારૂ પીવાના કારણે મોત નીપજ્યું છે! આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસે કડક વલણ અપનાવીને 21 જેટલા બુટલેગરો સામે સત્તાવાર રીતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ ડુપ્લિકેટ દારૂ બનાવવાનું મુખ્ય કારસ્તાન મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે ચાલી રહ્યું હતું. ગૌતમના ઘરે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવેલા રઈસ, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોક્ટર’ અને જુબેર નામના શખ્સોએ ભેગા મળીને આ નકલી દારૂ તૈયાર કર્યો હતો. આ કોઈ પહેલી વાર નહોતું બન્યું, આ અગાઉ પણ ગૌતમે આ જ રીતે 51 પેટી જેટલો ડુપ્લિકેટ દારૂ બનાવીને બજારમાં વેચી માર્યો હતો.

બીજી તરફ, ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ પીવાથી વધુ એક વ્યક્તિ હોસ્પિટલ પહોંચી છે. શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ ટીવી કેન્દ્ર પાસે રહેતા 54 વર્ષીય અવિનાશભાઈ કાંતિભાઈ ડાંગરની તબિયત અચાનક બગડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અવિનાશભાઈએ ગત રાત્રે કોઈ કેફી પીણાનું સેવન કર્યું હતું. આજે સવારે તેમની સ્થિતિ અચાનક વધુ નાજુક બનતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં તેમની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને ICU વોર્ડમાં રાખીને વિશિષ્ટ સારવાર આપવામાં આવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *