ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની ફીમાં વધારો થતા વિરોધ.

Featured Video Play Icon
Spread the love

ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની ફીમાં વધારો થતા વિરોધ.
પીએચડી કોર્સમાં 57 ટકા ફી વધારો થતા એનએસયુ આઈએ કર્યો હલ્લાબોલ.
24 કલાકમાં ફી વધારો પરત ખેંચવા વિદ્યાર્થીઓની માગ.

ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ ફરીવાર ઘેરાવ કરશે. ફી વધારાને લઈને એનએસયુઆઈ ફરી એકવાર મોરચો માંડશે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ ના કાર્યકરો વિરોધ કરશે. ગુજ. યુનિ.એ પીએચડી ની ફીમાં 5 હજારનો વધારો કર્યો છે.

ગુજરાત યુનિવર્સિટીની એક્ઝ્યુક્યુટીવ કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક નિર્ણય કરવામાં આવ્યા હતા. જેમાં બીકોમથી પીએચડીના અભ્યાસમાં ફીમાં 1,800 રૂપિયાથી લઈને 4,500 રૂપિયાનો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારો આવતા શૈક્ષણિક સત્રથી લાગુ થવાનો છે. ફી વધારા મામલે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. NSUI દ્વારા રજિસ્ટ્રારને મળીને ફી વધારો પરત ખેંચવા માગ કરી છે. 24 કલાકમાં ફી વધારો પરત ખેંચવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. અને ગુજરાત યુનિવર્સિટીમાં NSUI ફરીવાર ઘેરાવ કરશે. સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું તે જ દિવસે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિધાર્થીઓ પણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ફી વધારો પરત ખેંચવો જ પડશે નહીં તો NSUI દ્વાર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી અને કુલપતિના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *