કામરેજમાં ટ્રકે તબાહી મચાવી, એકનું મોત

Featured Video Play Icon
Spread the love

કામરેજમાં ટ્રકે તબાહી મચાવી, એકનું મોત
પોલીસવાન સહિત 4 વાહનને ટક્કર મારી
નવાગામ બ્રિજ પર એક પિકઅપ ટેમ્પો પલટી મારી ગયો
પોલીસે ક્લીનરને ઝડપી લીધો

સુરતના કામરેજ વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. નવાગામ બ્રિજ પર એક પિકઅપ ટેમ્પો પલટી મારી ગયો હતો. જેને લઇને ટ્રાફિકજામ થઇ જતાં સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચએઆઈ વિભાગની ટીમે ટ્રાફિક હળવો કરાવતી હતી. આ દરમિયાન એક માંતેલા સાંઢની માફક આવતા ટ્રકે ટ્રાફિક પોલીસની વાન, એનએચએઆઈની બોલેરો, અકસ્માતગ્રસ્ત પિકઅપ અને ટ્રેલરને અડફેટે લીધાં હતાં. આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે બે પોલીસકર્મીઓને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરત જિલ્લા NHAI અને ટ્રાફિક પોલીસ ટીમ જ્યારે અકસ્માગ્રસ્ત વાહનને હાઇવેથી સાઇડ કરી રહી હતી. તે દરમિયાન પુરઝડપે બેકાબૂ આવેલા ટ્રકે પોલીસ બોલેરો,NHAI વિભાગની ક્રેન તેમજ અકસ્માગ્રસ્ત પિકઅપ બોલરોને લાઇનસર ઉડાડ્યા હતા અને બાદમાં સામેના ટ્રેકમાં ઘૂસી એક ટ્રેલર સાથે ટ્રક અથડાઈ હતી. આમ કુલ ચાર વાહનોને અડફેટે લીધા હતા. અક્સ્માત સર્જી સ્થળ પર ટ્રક મુકી ચાલક ફરાર થયો હતો.દુર્ઘટનામાં અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરોના ચાલક રાધે ક્રિષ્ના પાંડેને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત બે પોલીસકર્મી કિરણ સિંહ ઠાકોર અને શૈલેષભાઈ વસાવાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બેકાબૂ બનેલા ટ્રકે પૂરપાટ ઝડપે ચલાવીને અકસ્માત સર્જયો હતો. બેકાબૂ ટ્રકે અકસ્માતમાં 4 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં NHAIની પીકઅપ બોલેરો , પોલીસની બોલરો અને અકસ્માતગ્રસ્ત ક્રેન અકસ્માતનો ભોગ બન્યા હતા.ટ્રક ચાલક મુંબઈથી ટ્રકમાં મીઠું ભરી દિલ્હી જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે. જોકે, પોલીસે ક્લીનરને ઝડપી લીધો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *