ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી બાદ નવી મતદાર યાદી
સુરતની 16 વિધાનસભા બેઠકોનો યાદીમાં સમાવેશ
નવી યાદીમાં 36 લાખ 39 હજારથી વધુ મતદારો
ગુજરાતમાં એસઆઈઆરની શરૂ કરાયેલી કામગીરી બાદ નવી મતદાર યાદી જાહેર કરાઈ છે. જેમાં સુરતની 16 વિધાનસભા બેઠકોનુ આ યાદીમાં સમાવેશ કરાયુ છે. નવી યાદીમાં 36 લાખ 39 હજારથી વધુ મતદારોની અંતિમ નોંધણી થઈ છે.
સુરતની નવી મતદાર યાદી સુરત કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી માટેની પ્રક્રિયા ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ચાલી રહી હતી. સુરતની કુલ 16 વિધાનસભા બેઠકોનો આ યાદીમાં સમાવેશ કરાયો હતો. તો ડ્રાફ્ટ રોલ મુજબ સુરતમાં કુલ 36,23,193 મતદારો નોંધાયેલા હતા જેમાંથી નવી યાદીમાં કુલ 36,39,402 મતદારોની અંતિમ નોંધણી થઈ છે. ડ્રાફ્ટ રોલની સરખામણીએ કુલ 15,849 નવા મતદારોનો ઉમેરો થયો છે. તો અંતિમ યાદીમાં 18,83,381 પુરૂષ મતદારો અને 17,55,568 મહિલા મતદારોની સંખ્યા નોંધાઈ છે. જ્યારે 93 જેટલા થર્ડ જેન્ડર (તૃતીય જાતિ) ના મતદારોનો પણ સમાવેશ કરાયો છે.
આ મતદારી યાદીમાં 18- 19 વર્ષ અને 20-29 વર્ષના યુવા મતદારોમાં મોટો વધારો થયો છે. યુવા મતદારોની સંખ્યામાં 13,000 થી વધુનો વધારો નોંધાયો છે. ચોર્યાસી વિધાનસભા બેઠક પર સૌથી વધુ 10,935 મતદારો વધ્યા છે તો સુરતની કરંજ બેઠક પર 1346 નવા મતદારોનો ઉમેરો થયો છે. ફોર્મ નંબર 6 નવા નામ, 7 નામ કાઢવા અને 8 સુધારા ના આધારે આ યાદી તૈયાર કરાઈ છે. 30 તારીખ પછી આવેલા ફોર્મ્સનો નિર્ણય હવે પછીની પૂરક યાદીમાં લેવાશે તેમ જણાવાયુ હતું.
