સુરત લાજપોર જેલમાં બંધ હત્યા આરોપી પેરોલ જમ્પ કરી ફરાર
તાપીના સોનગઢ કિલ્લા તરફના જંગલમાંથી ઝડપી પાડ્યો
સુરત લાજપોર જેલમાં બંધ હત્યા આરોપી પેરોલ વચગાળા મેળવી ભાગી છુટ્યો હોય જેને પાંડેસરા પોલીસે તાપીના સોનગઢ કિલ્લા તરફના જંગલમાંથી ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર નિધિ ઠાકુર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ જેઆર ચૌધરી અને એસજી ચાવડાની ટીમ પીએસઆઈ કેજે વસાવા અને બારોટની સુચનાને લઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ વિજયભાઈ તથા અહેકો વિનોદભાઈને મળેલી બાતમીના આધારે પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2023માં હત્યાના ગુનામાં ઝડપાયેલો અને હાલ પેરોલ વચગાળા જામીન પરથી ફરાર થયેલો આરોપી તાપી જિલ્લાના સોનગઢ કિલ્લા તરફ જંગલમાં હોવાની માહિતી મળતા તેને ટ્રેસ કરી જંગલમાંથી આરોપીને પાંડેસરા પોલીસે ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
