મઢી સુગર ફેક્ટરીમાં મિલ રોલરની પૂજા વિધિ સંપન્ન
આગામી પીલાણ સીઝન માટેની મિલ રોલરની પૂજા કરાઈ
સંસ્થાના વાઇસ ચેરમના વરદ હસ્તે પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી
મઢી સુગર ફેક્ટરીમાં આજરોજ મિલ રોલરની પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી.
મઢી સુગર ફેક્ટરીમાં આજરોજ રોજ આગામી પીલાણ સીઝન માટેની મિલ રોલરની પૂજાવિધિ સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી અલ્પેશભાઈ મગનભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અવિનાશ ઢેકાણે સાહેબ, તેમજ મઢી ખેડૂત સંગઠન સમિતિના ઉપપ્રમુખ અને ટ્રક એસોસિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સંસ્થાના અધિકારગણ, કર્મચારીઓ કામદારોની ઉપસ્થિતિમાં મીલ રોલર ની પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના વાઇસ ચેરમેનશ્રી એ આગામી પીલાણ સીઝન સાથે સંકળાયેલા તમામને આગામી સિઝન ફળદાયી, લાભદાયી નિવડે એવી શુભેચ્છા સૌને પાઠવી હતી….