માંડવીમાં “સફળતાના સોપાન” પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
વૈચારીક ક્રાંતિ અભિયાન અંતર્ગત પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓને સફળતાના સોપાનો અંતર્ગત મોટીવેશન આપવામાં આવ્યું
શ્રી વી.એફ.ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી ખાતે આચાર્ય વિનોબા ભાવેના સર્વોદય વિચારોથી પ્રેરિત માતૃ કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત વૈચારીક ક્રાંતિ અભિયાન અંતર્ગત”સફળતાના સોપાન” પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા શ્રી દેવરાજભાઈ ચૌધરી અને ધીરુભાઈ ગોટી, લક્ષ્મણ કાકા તેમજ ભદ્રેશભાઈ સાવલિયાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. અને ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. અને આ શાળાના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સિંગા ચૌધરી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. તથા આ કાર્યક્રમને અનુરૂપ લક્ષ્મણ કાકા દ્વારા ટુંકા શબ્દોમાં વક્તવ્ય આપવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા દેવરાજ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને સફળતાના સોપાનો અંતર્ગત મોટીવેશન આપવામાં આવ્યું હતું. અને ધોરણ 9 થી 12 ના પ્રથમ ક્રમના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને અંતે આ શાળાના આચાર્ય અતુલકુમાર બી. ચૌધરી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. અને અંતમાં રાષ્ટ્રગીત ગાયને આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો…..હમીરસિંહ ચૌહાણ માંડવી.