ગાંધીનગરમાં SEOC ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ.

Featured Video Play Icon
Spread the love

ગાંધીનગરમાં SEOC ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ.
વલસાડ-નવસારી તંત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના.
દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી. .

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ તથા તંત્રની તૈયારીઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. ભારે વરસાદથી પ્રભાવિત સુરત, વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોની સ્થિતિ અંગે મુખ્યમંત્રી અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવશે. આ દરમિયાન ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે પણ મુખ્યમંત્રી સીધી વાતચીત કરી શકે છે અને જમીની સ્થિતિની જાણકારી મેળવશે. સરકાર દ્વારા મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કમિશનર રેમ્યા મોહન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશનર આલોક પાંડેને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં જવા આદેશ આપવામાં આવ્યો છે. બંને અધિકારીઓ સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને સ્થિતિનું નિરીક્ષણ કરશે.

જે જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તે તમામ જિલ્લાઓના પ્રભારી સચિવોને તાત્કાલિક પોતાના જિલ્લામાં પહોંચવા આદેશ કરાયો છે. પ્રભારી સચિવો જિલ્લા તંત્ર સાથે સંકલન કરીને વરસાદની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ તેમજ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી પોતે સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિની આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ CEO ધવલ પટેલ, રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સહિત વિવિધ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *