સુરતના કાપોદ્રામાં પંકજ ડાયમંડ કારખાનામાં મારા મારી
મેનેજર પર બે રત્નકલાકાર ભાઈઓએ જીવલેણ હુમલો કર્યો
અંકુશ આલ્ગોતર અને જય આલ્ગોતર વિરુદ્ધ ગુનો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા પંકજ ડાયમંડ કારખાનામાં મેનેજર પર બે રત્નકલાકાર ભાઈઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં અસામાજિક તત્વોની જેમ કાપોદ્રાના પંકજ ડાયમંડ કારખાનામાં મેનેજર પર રત્નકલાકારોએ જીવલેણ હુમલો કર્યો હતો. મેનેજર ગૌતમ ઈટાલીયાએ કર્મચારીઓને નિયમિત પંચિંગ અને શિસ્ત જાળવવાની સૂચના આપી હતી. આ બાબતે રત્નકલાકાર અંકુશ આલ્ગોતર ઉશ્કેરાયો અને પોતાના ભાઈ જય આલ્ગોતરને બોલાવી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે મેનેજરને બાથરૂમમાં ઘેરી લીધો હતો અને ત્યારબાદ બંનેએ ગાળો ભાંડી દોઢ મિનિટ સુધી ઢોર માર માર્યો હતો. હુમલાની સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટના બાદ મેનેજર ગૌતમ ઇટાલીયાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે અંકુશ આલ્ગોતર અને જય આલ્ગોતર વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે તપાસ તેજ કરી
