માંડવી પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં મેળવી સફળતા

Featured Video Play Icon
Spread the love

માંડવી પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં મેળવી સફળતા
સીઆઈઈઆર પોર્ટલની મદદથી 87 હજારના 6 ગુમ મોબાઈલ શોધી કાઢ્યા, માલિકોને પરત કર્યા

સુરત ગ્રામ્ય વિસ્તારમાં માંડવી પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મહત્વની સફળતા મેળવી છે. પોલીસે સીઆઈઈઆર પોર્ટલની મદદથી કુલ 6 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ મોબાઈલની કુલ કિંમત રૂ. 87,000 છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વિર સિંહ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશકુમાર જોયસરના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વિભાગીય પોલીસ અધિકારી બી.કે.વનાર અને પોલીસ ઈન્સપેક્ટર એ.એસ.ચૌહાણની આગેવાનીમાં ખાસ ટીમ બનાવવામાં આવી હતી. શોધી કાઢવામાં આવેલા મોબાઈલમાં VIVO V-21 (રૂ.15,000), ONE PLUS CE 3 (રૂ.20,000), REALME-8 પ્રો (રૂ.10,000), SAMSUNG M-21 (રૂ.10,000), VIVO (રૂ.12,000) અને ONE PLUS 10 (રૂ.20,000)નો સમાવેશ થાય છે. માંડવી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં આ તમામ મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. આ સફળ કામગીરી માંડવી પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી શક્ય બની છે. પોલીસે નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ શોધવાની કામગીરીને પ્રાથમિકતા આપી રહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *