સુરતની લિંબાયત પોલીસે વેશ પલ્ટો કરી ઈનામી આરોપીને ઝડપ્યો
બળાત્કાર અને લુંટ સહિતના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી પકડ્યો
ટોપ 16ના ઈનામી આરોપી સુનિલ ઝુંબર કાળેને ઝડપી પાડ્યો
સુરતની લિંબાયત પોલીસે બળાત્કાર અને લુંટ સહિતના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીને મહારાષ્ટ્ર કર્ણાટક બોર્ડર પર આવેલ સાંગલી જીલ્લાના જંગલમાંથી વેશ પલ્ટો કરી સુરત શહેરના ટોપ 16ના ઈનામી આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અદિક પોલીસ કમિશનર બલરામણ મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એનકે કામળીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ કેએચ ચૌધરીની ટીમના અપોકો સાજણભાઈ અને યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે વર્ષ 2000માં એટલે કે 26 વર્ષથી લિંબાયત પોલીસ મથકમાં લુંટ વિથ બળાત્કાર અને અન્ય બે લુંટના ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી હાલ મહારાષ્ટ્ર કર્ણાટક બોર્ડર પર આવેલ સાંગલી જીલ્લાના જંગલમાં હોવાની મા્હિતી મળતા લિંબાયત પોલીસે પાંચ દિવસ સુધી વોચ રાખી આરોપી સુરત શહેરના ટોપ 16ના ઈનામી આરોપીઓમાંના એક સુનિલ ઝુંબર કાળેને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી હતી.
