દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાને લઈ લસકાણા ચેકીંગ

Featured Video Play Icon
Spread the love

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાને લઈ લસકાણા ચેકીંગ
સુરતમાં વાહનોને અને હોટલ ઈન્ડસ્ટ્રીઝ એરીયાએ ચેકિંગ હાથ ધર્યુ

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાને લઈ સુરત પોલીસે ચેકીંગ હાથ ધર્યુ છે ત્યારે લસકાણા પોલીસ દ્વારા પણ સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.

દિલ્હી ની અંદર કારમાં બ્લાસ્ટ થયો તેને લઈને ગુજરાત સહિત આખા ભારતમાં અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરત કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા એક હાઈ લેવલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સુરત કે જે ભારતનું મીની ભારત કહેવામાં આવે છે જ્યાં દરેક પ્રાંતના લોકો વસવાટ કરે છે ત્યારે સુરત પોલીસ દ્વારા હોટલ રહેણાંક વિસ્તારોમાં તપાસ કરવાની સાથે નાકાબંધીઓ કરીને દરેક જગ્યા પર તપાસ હાથ ધરી હતી. ત્યારે જોન વન ડીસીપી અલોકકુમાર કુમાર, એસીપી વિપુલ પટેલ, પીઆઇ કુલદીપસિંહ ચાવડા અને પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચેક પોસ્ટ ઉપર અનેક વાહનોને અને હોટલ ઈન્ડસ્ટ્રીઝ એરીયાએ ચેકિંગ હાથ ધર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *