રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાલિયાવાડીનો વિરોધ.

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાલિયાવાડીનો વિરોધ.
હ્યુમિનીટીઝ અને સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ.
પીએચડી માં અન્યાય મામલે વિદ્યાર્થીઓનો વિરોધ

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા ફેકલ્ટી ઓફ હ્યુમિનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સના જુદા-જુદા વિષયોની થીસીસ સબમિટ થયાને ત્રણ મહિનાથી વધુ સમય થવા છતાં હજુ સુધી આગળની કોઈ કાર્યવાહી નઈ નથી. આ પછી નાટ્યાત્મક રીતે સરસ્વતી દેવીએ ખુદ વિદ્યાર્થિનીઓના હિતમાં નિર્ણય ત્વરિત કરવા કુલપતિને આવેદન આપી રજૂઆત કરી હતી.

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા ફેકલ્ટી ઓફ હ્યુમિનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સના જુદા-જુદા વિષયોની થીસીસ સબમિટ થયાને ત્રણ મહિનાથી વધુ સમય અને વારંવાર P.G. વિભાગમાં સંપર્ક કરવા છતાં કોઈ સકારાત્મક જવાબ નહી મળતા આજરોજ વિદ્યાર્થિનીઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સરસ્વતી મંદિર ખાતે પ્રાર્થના કરી દેવી સરસ્વતીને કુલપતિ સમક્ષ રજૂઆત કરવા સાથે આવવા વિનંતી કરી હતી. આ પછી નાટ્યાત્મક રીતે સરસ્વતી દેવીએ ખુદ વિદ્યાર્થિનીઓના હિતમાં નિર્ણય ત્વરિત કરવા કુલપતિને આવેદન આપી રજૂઆત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કાંબલીયાની આગેવાનીમાં રજૂઆત કરવા પહોંચેલી વિદ્યાર્થિનીઓ પૈકી સરસ્વતી દેવીના રૂપે આવેલી વિદ્યાર્થિનીએ કુલપતિ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, હું સરસ્વતી વિદ્યા અને જ્ઞાનનું પ્રતીક. વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત યુનિવર્સિટીના સત્તાધીશોને કરતા હોય છે અને જો સત્તાધીશો આ રજૂઆત સાંભળે નહિ, ત્યારે વિદ્યાર્થીઓ ઘણી મૂંઝવણ અનુભવતા હોય છે. કુલપતિ ચેમ્બરમાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે રાજકારણ ન કરવું બોલતાની સાથે જ ઉત્પલ જોશી અને ધરમ કાંબલીયા વચ્ચે જામી પડી હતી. તુરંત તેમને અટકાવી ગેરબંધારણીય શબ્દ ન બોલવા કુલપતિએ ટકોર કરી હતી. આ રજૂઆત અંગે કુલપતિએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે જે માટે યોગ્ય નિર્ણય કરવા જવાબદાર અધિકારીને સૂચના આપવામાં આવી છે. કોઈ વિદ્યાર્થીઓને અન્યાય નહિ થાય. જરૂર પડ્યે ડીનના બદલે હું ખુદ થીસીસ પર સહી કરી દઈશ. ડીન એ માત્ર વહીવટી પ્રક્રિયા છે, જેના કારણે થીસીસ અટકી શકે નહિ. વિદ્યાર્થીઓ રજૂઆત માટે જાય તો ડીન ન હોવાના કારણે કોઈ આગળ કાર્યવાહી ન થતી હોવાના જવાબ મળે છે. જો કે, ડીનની નિમણૂક જવાબદારી વિદ્યાર્થીઓની નહિ યુનિવર્સિટીની વહીવટી પ્રક્રિયા છે. જેના ભોગે વિદ્યાર્થીઓને અન્યાય થાય તે ચલાવી ન લેવાય…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *