માંડવીમાં કેસરિયા નવરાત્રી મહોત્સવનું આયોજન

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં કેસરિયા નવરાત્રી મહોત્સવનું આયોજન
નવરાત્રી મહોત્સવની પૂજા અર્ચના સાંસદની હાજરીમાં યોજાઈ
પૂજામાં સંસદ સહીત અનેક મહાનુભાવો હાજર રહ્યા

માંડવી રિવરફ્રન્ટ ખાતે સુરત જિલ્લા ગ્રામ્યનું સૌથી આકર્ષક કેસરિયા નવરાત્રી મહોત્સવની પૂજા અર્ચના સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાય.

માંડવી તાપી મૈયા ના રમણીય રિવરફ્રન્ટ ખાતે હિન્દુઓનો મોટામાં મોટો ગણાતો તહેવાર કેસરિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જે નિમિત્તે આજરોજ સંત શિરોમણી અંકલેશ્વર પુરી મહારાજ, સાંસદ પ્રભુ વસાવા તથા કેસરિયા નવરાત્રી સમિતિના સંયોજક મિહિર વસાવા ની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ વર્ષના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓમાં અનેરોઆનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત તાપી મૈયા ના રમણીય રિવરફ્રન્ટ ખાતે કેસરિયા નવરાત્રીનું આયોજન કરેલ છે આ પ્રસંગ સુરત જિલ્લા મંત્રી ડો. આશિષભાઈ ઉપાધ્યાય ડો. વાસુદેવ જોખાકર માંડવી પાલિકા પ્રમુખ નિમેષ શાહ, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, નાગરિક સહકારી બેંક ના ચેરપર્સન પારુલ બેન સાગઠીયા એમડી સુનિલ રબારી, તત્કાલીન નગર ભાજપ પ્રમુખ નીતિન શુક્લ, સંજય શાહ તેમજ નગર સંગઠનના હોદ્દેદારઓ તથા માંડવી નગરપાલિકાના હોદ્દેદારો તથા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *