અમદાવાદમાં કરૂણા અભિયાનનો આજથી પ્રારંભ.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં કરૂણા અભિયાનનો આજથી પ્રારંભ.
તંગ સાથે કપાયેલી દોરી પક્ષીઓ માટે ઘાતકી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન 2026નો પ્રારંભ કરાવ્યો

ઉત્તરાયણનો તહેવાર એક એવો તહેવાર છે, જેમાં લોકોની મજા પક્ષીઓ માટે સજા બની રહે છે. પતંગ સાથે કપાયેલી દોરી પક્ષીઓ માટે ઘાતકી હોય છે. આ અબોલા જીવ માટે દર વર્ષે તહેવારના દિવસોમાં રાજ્ય સરકારે કરુણા અભિયાન શરૂ કરે છે. ત્યારે અમદાવાદમાં મુખ્યમંત્રીએ પક્ષીઓના રક્ષણ માટે સેન્ટરનું ઓપનિંગ કર્યું છે.

અમદાવાદ શહેરમાં આવેલા થલજેત વિસ્તારમાં વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરમાં આ કરુણા અભિયાનને ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ટરનું ઓપનિંગ કર્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત આ અભિયાન આગામી 20 જાન્યુઆરી ચાલશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે અબોલ જીવની બચાવ કામગીરી કેવીરીતે થાય છે, કેવીરીતે તેની સારવાર થાય છે તે અંગે નિરીક્ષણ પણ કર્યું હતું. તહેવારના દિવસોમાં સેન્ટરમાં સતત હાજર રહીને સેવા બજાવતા સ્વયંસેવકો અને ડૉક્ટર્સની કામગીરીને પણ મુખ્યમંત્રીએ બિરદાવી હતી.

આપને જણાવી દઈએ કે આ સેવાકાર્ય સમગ્ર ગુજરાતમાં ચાલશે. તમામ જિલ્લામાં કરુણા અભિયાનની ટીમ કાર્યરત રહેશે. ઉત્તરાયણમાં દોરીથી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવશે. જેના માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ક્યાંય ઈજાગ્રસ્ત પક્ષી દેખાય તો જાણ કરવી. ક્યુઆર કોડથી નાગરિકો પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરી શકશે. આ સેવાકાર્યમાં અન્ય એનજીઓ પણ કાર્યકર્તાઓ પણ જોડાશે. કરુણા અભિયાન હેઠળ છેલ્લા 5 વર્ષમાં અંદાજે 22 હજાર 160થી વધુ પક્ષીઓની સારવાર કરીને તેમનું અનમોલ જીવન બચાવ્યું છે. રાજ્ય સરકારે ઉત્તરાયણના તહેવારના દિવસોમાં ખાસ હેલ્પલાઇન નંબરો અને એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. તો તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે, વહેલી સવારે અને સાંજે પતંગના ચગાવવા. જેથી પક્ષીઓને જાનહાનિ ના થાય….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *