સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ
ઉધના શક્તિ નગર ખાતે મકાનમાં આગ લાગતા ભાગદોડ
આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધના શક્તિ નગર ખાતે મકાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ઉદના વિસ્તારમાં આગ લાગી હતી. ઉધના શક્તિનગરમાં એક મકાનમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. તો બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો
