સુરત જિલ્લામાં ₹108 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લામાં ₹108 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિકાસકાર્યોનો કાર્યક્રમ
પીપલોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો
સુરત જિલ્લામાં 143 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

સુરત જિલ્લામાં વિકાસકાર્યોને નવી ગતિ આપવા માટે 108 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં પીપલોદ સ્થિત જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન 143 જેટલાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે 8 કરોડના ખર્ચે પૂર્ણ થયેલાં 39 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સુરત જિલ્લામાં વિકાસકાર્યોને વેગ આપવા માટે 108 કરોડનાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પીપલોદ સ્થિત જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં. કાર્યક્રમ દરમિયાન 143 જેટલાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે 8 કરોડના ખર્ચે પૂર્ણ થયેલાં 39 કામોનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોમાં ગ્રામ સડક યોજના અને સુવિધાપથ યોજના હેઠળ 80 કરોડના ખર્ચે હાથ ધરાનારા 61 રસ્તા તથા સીસી રોડનાં કામોનો સમાવેશ થાય છે. આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ સ્થળોએ આરોગ્ય કેન્દ્રોનાં ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યાં હતાં. જેમાં ખોલવડ ખાતે આયુર્વેદિક દવાખાનું, માંડવી તાલુકાના સઠવાવ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ માંગરોળ-1 અને હથોડા ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓના વિકાસને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. મહુવા તાલુકાના મિયાપુર અને વડિયા સહિતનાં ગામોમાં ગ્રામ પંચાયત ભવનો તેમજ બારડોલી તાલુકામાં આંગણવાડી કેન્દ્રોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા પંચાયતની મોબાઇલ કમ્પ્યુટર ક્લાસરૂમ બસને પણ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ બસના માધ્યમથી કમ્પ્યુટર શિક્ષણને વધુ વિસ્તૃત કરવાની દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામ્ય માળખાકીય સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિકાસકાર્યોને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *