સુરતમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી
લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને છેતરપિંડી
આરોપીને વેસુ પોલીસે રાજકોટથી ઝડપી પાડયો

સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને છેતરપિંડી આચરનાર આરોપીને વેસુ પોલીસે રાજકોટથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતના વેસુ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાજકોટ ખાતે રહેતા આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડેટિંગ એપ મારફતે સુરતની એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી. આરોપીએ પોતે હિન્દુ અને અપરણિત હોવાનું ખોટું જણાવી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ સુરત અને દ્વારકાની અલગ અલગ હોટલોમાં લઈ જઈ યુવતી સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન આરોપીએ વિવિધ બહાના બતાવી યુવતી પાસેથી આશરે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા પણ મેળવ્યા હતા. બાદમાં યુવતીને જાણ થઈ હતી કે આરોપી મુસ્લિમ છે અને અગાઉથી જ પરણિત તેમજ બે બાળકોનો પિતા છે. યુવતીએ લગ્ન અંગે વાત કરતા આરોપીએ ટાળટૂળ શરૂ કરી અપમાનિત કરી સંબંધ તોડી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પીડિતાએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બળાત્કાર સહિતના ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વેસુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો અને રાજકોટ પોલીસની મદદથી આરોપીની શોધખોળ કરી તેને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *