સુરતમાં સચિન પોલીસે ઘરફોડ ચોરીના ફરાર આરોપીને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સચિન પોલીસે ઘરફોડ ચોરીના ફરાર આરોપીને ઝડપ્યા
ઘરફોડ ચોરીના ગુનામાં છ મહિનાથી નાસતા ફરતા રીઢા ચોર
દોઢ લાખની કિંમતના મશીનના સ્પેરપાર્ટ સાથે ઝડપી પાડ્યો

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસ એકશનમાં આવી ગઈ હોય તેમ સુરતની સચીન જીઆઈડીસી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છ મહિનાથી નાસતા ફરતા રીઢા ચોરને દોઢ લાખની કિંમતના મશીનના સ્પેરપાર્ટ સાથે ઝડપી પાડ્યો હતો.

સુરતમાં ચોરી સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલની ટીમ પીએસઆઈ એચઆર પટેલના નેતુત્વ હેઠળ તપાસમાં હતી ત્યારે અહેકો રઘુભાઈ તથા અહેકો મહેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે છેલ્લા છ મહિનાથી ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઈમ્તીયાઝ ઈકબાલ પરીયાણીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ દોઢ લાખની કિંમતના મશીનના સ્પેરપાર્ટ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *