રાજકોટમાં ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા.
ખેડૂતોને ડુંગળીનો ભાવ બિસ્કિટથી પણ ઓછો મળી રહ્યો છે.
ખેડૂતોની ડુંગળી હાલ 3 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે
ગરીબોની કસ્તૂરીએ સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવ્યા, મહામહેનતે પકવેલી ડુંગળી ત્રણ રૂપિયે વેચાય છે. જુઓ રિપોર્ટ
ડુંગળી ત્રણ રૂપિયે વેચાતા આક્રોશ વ્યક્ત કરતા ખેડૂતોએ કહ્યુ હતુ કે, “અહીંયા ડુંગળી લઈને આવ્યા બાદ તેમના ભાડાના પૈસા પણ નથી નીકળતા હોતા આવી પરિસ્થિતિમાં ખેડૂતો આત્મહત્યા ન કરે તો શું કરે તો બીજુ શું કરે ?
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખેડૂતોને વધુ ગરીબ કરી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના નીચા ભાવ મળી રહ્યા છે તે ભાવ સાંભળીને કોઈને પણ થાય કે આટલા રૂપિયામાં તો બાળકની ચોકલેટ કે બિસ્કિટ પણ ન આવે. તેવા ભાવમાં ખેડૂતો પોતાની મહેનતથી પકવેલો મહામુલો પાક વેચી રહ્યા છે. રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડમાં હાલ ખેડૂતો ડુંગળીનો પાક વેચવા માટે આવી રહ્યા છે. જોકે હાલ રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં પ્રતિમણ ડુંગળી પર 50થી 300 રૂપિયા સુધી મળી રહ્યા છે. એટલે કે, ત્રણ રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી પ્રતિ કિલોએ ખેડૂતોની ડુંગળી યાર્ડમાં વેચાઈ રહી છે. મોટાભાગના ખેડૂતોની ડુંગળીના ભાવ 50 કે 60 રૂપિયાની આસપાસ આવતા હોય છે, જે પ્રતિ કિલોના ભાવ ત્રણથી ચાર રૂપિયા માંડ થાય છે. ખેડૂતોને મળતા આટલા ભાવને કારણે તેઓ ઘણાં જ વ્યથિત છે. તેમણે પોતાનો આક્રોશ ન્યૂઝ18 ગુજરાતીને સંભળાવતા કહ્યું કે, આટલા ઓછા ભાવમાં તો બાળકનું બિસ્કિટ પણ નથી આવતું. એટલા ઓછા ભાવમાં અમે અમારો મહામૂલો પાક વેચી રહ્યા છીએ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતો પોતાનો ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે. દૂર દૂરથી વહેલી સવારે ઊઠીને પોતાના ડુંગળીનો પાક લઈને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચેલા ખેડૂતોને હરાજીમાં જ્યારે નજીવો ભાવ મળે છે ત્યારે તેમને ગુસ્સા સાથે પોતાના પર જ લાચારી આવતી હોય છે, વેદના પણ થતી હોય છે. જે ખેત પાક માટે તેઓએ ન રાત જોઈ હોય ન દિવસ જોયો હોય તે જ પાકને નજીવી કિંમતે વેચી દેવો પડતો હોય છે. ત્યારે તેમને ભારે દુઃખ થતું હોય છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
