સુરતના સિંગણપોર વિસ્તારમાંથી ગેરકાયદેસર નિકાસ કૌભાંડ

Featured Video Play Icon
Spread the love

સુરતના સિંગણપોર વિસ્તારમાંથી ગેરકાયદેસર નિકાસ કૌભાંડ
લેશિયા અને થાઈલેન્ડમાં ડ્રગ્સ માફિયાઓ માટે ઓપીઆઈ પાઉડર
એટીએસએ એક આરોપીની ધરપકડ પણ કરી

સુરતના સિંગણપોર વિસ્તારમાંથી ગુજરાત એટીએસએ આંતર રાષ્ટ્રીય સ્તરના ગેરકાયદેસર નિકાસ કૌભાંડનો પર્દાફાશ કર્યોછે. જેમાં મલેશિયા અને થાઈલેન્ડમાં ડ્રગ્સ માફિયાઓ માટે ઓપીઆઈ પાઉડરની ગેરકાયદેસર રીતે નિકાસ કરાતી હતી. હાલ એટીએસએ એક આરોપીની ધરપકડ પણ કરી છે.

સુરતના સિંગણપોર વિસ્તારમાં ગુજરાત એટીએસ દ્વારા એક આંતરરાષ્ટ્રીય સ્તરના ગેરકાયદેસર નિકાસ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ દ્વારા ઓટો-ઇન્ટરમીડિએટ ઓપીઆઈ પાવડરને એલોવેરા પાવડર તરીકે મિસલેબલિંગ કરી મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં મોકલવામાં આવતો હતો. આ કેસમાં એટીએસ દ્વારા મુખ્ય સૂત્રધાર નિકુંજ હરેશભાઈ ગઢીયાની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ નેટવર્ક મલેશિયાના નાર્કો કાર્ટેલ્સ સાથે જોડાયેલું છે, જે ભારતથી મોકલવામાં આવતા આ કેમિકલનો ઉપયોગ નશીલા પદાર્થો બનાવવા માટે કરતા હોવાની શંકા છે.

એટીએસની તપાસ મુજબ મુખ્ય આરોપી નિકુંજ ગઢીયા પોતાની કંપની ડીડબ્લ્યુએન બાયોસાયન્સના નામે છેલ્લા 15 મહિનાથી આ કૌભાંડ ચલાવી રહ્યો હતો. એટીએસના તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી અત્યાર સુધીમાં અંદાજે 50 કિલો જેટલો એટોમીડેટ પાવડર વિદેશ મોકલી ચૂક્યો છે. આ પાવડરને સીધો મોકલવાને બદલે તેને એલોવેરા પાવડર, ગીનોપોલ-24 અને કાર્બોમોરના સેમ્પલ તરીકે જાહેર કરવામાં આવતો હતો. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ સમક્ષ ખોટી જાહેરાતો કરી અને બોગસ બિલ બનાવીને આ માલ બાય-એર વિદેશ રવાના કરવામાં આવતો હતો. હાલ તો આરોપીની ધરપકડ કરી એટીએસએ કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરતા એટીએસએ વધુ પુછપરછ હાથ ધરી છે. તો આરોપી તરફે એડવોકેટ કેતન રેશમવાલાએ કોર્ટમાં દલીલો કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *