સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ
મસાલાની પેકેટમાંથી 20 કિલોથી વધુ હાઈ લેવલનું અફીણ
નાર્કોટિક્સ વિભાગે 30 થી 40 મસાલાના પેકેટ જપ્ત કર્યા
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગ દ્વારા એક અત્યંત સનસનાટીપૂર્ણ અને સફળ દરોડો પાડવામાં આવ્યો છે. મકાનમાંથી મસાલાની પેકેટમાંથી 20 કિલોથી વધુ હાઈ લેવલનું અફીણ ઝડપાયું છે.
વીઓ: અમદાવાદ નાર્કોટિક્સ વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી એવી હતી કે મસાલાના યાર્ડની આડમાં લોકો અફીણનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે. જે જગ્યાએ આ દરોડો પડાયો, તે પાંચ માળનું બિલ્ડિંગમાં નવનિર્મિત મકાન પણ સામે આવ્યું છે. પાંચમા માળે દરોડા પાડતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ ડ્રગ્સને છુપાવવા માટે જે તરકીબ અપનાવવામાં આવી હતી, તે અસામાન્ય હતી. પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ ડ્રગ્સને છુપાવવા માટે જે તરકીબ અપનાવવામાં આવી હતી, તે અસામાન્ય હતી. રેડ દરમિયાન, નાર્કોટિક્સ વિભાગે લગભગ 30 થી 40 મસાલાના પેકેટ જપ્ત કર્યા હતા, જેમાં અફીણ છુપાવીને રાખવામાં આવ્યું હતું. સાથે અન્ય બોકસમાં પણ અફીણ મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ત્યાંથી છૂટક અફીણનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ સમગ્ર જથ્થો અંદાજે 20 કિલોથી પણ વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પકડાયેલા આ હાઈ લેવલના અફીણની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટના ભાવ પ્રમાણે આંકવામાં આવી રહી છે, જે કરોડોમાં હોવાની શક્યતા છે. આ રેડમાં પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સંકળાયેલા એક શખ્સની પણ અટકાયત કરી છે. પકડાયેલ તમામ અફીણના સેમ્પલને વધુ પૃથક્કરણ માટે એફએસએલમાં મોકલવામાં આવી રહ્યા છે, જેથી તેની ગુણવત્તા અને સ્ત્રોત વિશે ચોક્કસ માહિતી મળી શકે.
