સુરતમાં આગામી 4 થી 5 દિવસ માટે હીટવેવ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આગામી 4 થી 5 દિવસ માટે હીટવેવ
હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ
સિવિલ હોસ્પિટલમાં અલાયદુ વોર્ડ શરૂ કરાયુ

સુરતમાં આગામી 4 થી 5 દિવસ માટે હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં અલાયદુ વોર્ડ શરૂ કરાયુ છે. સાથે લોકોને સાવચેતી રાખવાની સુચના પણ અપાઈ છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 4 5 દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાય છે. જેને લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડમાં છે. 10 બેડનો સ્પેશિયલ હીટવેવ વોર્ડ તૈયાર કરાયુ છે તો વોર્ડમાં વેન્ટિલેટર સહિત ઈમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. ઓપીડી અને ઈમરજન્સીમાં 15થી વધુ કુલર મુકાયા છે. અને ડોક્ટર, નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોક માટે ખાસ ટ્રેનિંગ અપાઈ છે. સિવિલના ડોક્ટર દ્વારા બપોરે 12 થી 3 નો ગો ઝોન જાહેર કરાયો છે. અને બાળકો તથા વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવાની સૂચના અપાઈ છે. બહાર જવું પડે તો ટોપી કે છત્રી અને પાણી રાખવું જરૂરી છે. ડિહાઇડ્રેશનથી બચવા પાણી, છાસ, લીંબુ શરબત પીવાની સલાહ અપાઈ છે. ઈમરજન્સી કેસ માટે હોસ્પિટલ સંપૂર્ણ તૈયાર હોવાનુ સિવિલ તંત્રએ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *