મોસમમાં વારંવાર બદલાવથી બગાયતી ખેતી વાડીને નુકસાન

Featured Video Play Icon
Spread the love

મોસમમાં વારંવાર બદલાવથી બગાયતી ખેતી વાડીને નુકસાન
સવારે ધુમ્મસ સાથે ઝાકળ અને બપોરે ગરમી
કેરી, ચીકુના પાક ઉપર ગંભીર અસરો જોવા મળી રહી છે

સવારે ધુમ્મસ સાથે ઝાકળ અને બપોરે ગરમીને પગલે કેરી, ચીકુના પાક ઉપર ગંભીર અસરો જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોને મોટુ નુકસાન થવાનો ભય દક્ષિણ ગુજરાત કેરી અને ચીકુના ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ છે. સવારે ધુમ્મસ સાથે ઝાકળ અને બપોરે ગરમીને પગલે કેરી, ચીકુના પાક ઉપર ગંભીર અસરો જોવા મળી રહી છે, અને લાંબા ચાલેલા ચોમાસાએ પણ સમયપત્ર ખોરવી

નાંખ્યું છે, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ટ્રીપલ સિઝનને પગલે કેરી-ચીકુની ખેતીને ભારે નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે, આંબા-ચીકુવાડી ધરાવતા ખેડૂતો સવારે ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રિ દરમિયાન પડી રહેલા ઝાકળને પગલે ભાગાયતી પાકો ઉપર સંકટ તોળાઈ રહ્યું છે. નવસારી જિલ્લાના ગણદેવી, વાંસદા, ચીખલી, જલાલપોર તાલુકાઓ ભાગાયતી પાકોનો ગઢ ગણાય છે.અહીં લાખો હેક્ટરમાં કેરી અને ચીકુનું વાવેતર થાય છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે આંબા પર મોર અને ચીકુ ઉપર ફૂલો બેસે છે.પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જેનાથી ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાનો ભય સેવાઈ રહ્યો છે. હાલમાં આંબા અને ચીકુના ઝાડ પર થઈ રહેલું કલાવરિંગ ખરી પડવાની ભીતિ છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ગણદેવી, સહિતના વિસ્તારો સ્વાદિષ્ટ ચીકુ અને કેસર કેરી માટે જાણીતા વિસ્તારો છે. આ વિસ્તારોમાં ચાર-પાંચ વર્ષથી આંબા અને ચીકુ ઉપર કલાવરિંગ સરસ મજાનું થાય છે.પરંતુ વાતાવરણમાં ઠંડક હોવા સાથે ધવન નહીંવત રહેવાથી આ સમયે જે ઝાકળ પડે છે, તેને કારણે બાગાયતી પાકોમાં જીવાત પડવાની સાથે કલાવરિંગ ખરી પડે છે. ચાલુ વર્ષે બદલાયેલા ટ્રીપલ સિઝન જેવા વાતાવરણ વચ્ચે શિયાળાની જમાવટ તો થઈ છે. પરંતુ સવારે ગાઢ ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રિ દરમિયાન પડતા ઝાકળને કારણે આંબા અને ચીકુના ઝાડ પર થયેલું ફલાવરિંગ ખરી પડવાની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. સાથે પવન પણ નહીંવત હોવાથી આંબા ઉપર મધિયો જેવા રોગોની જીવાત પડવા સાથે ફલાવરિંગમાં મોટાપાયે ખરણની સ્થિતિ સજાઈ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *