સુરતમાં છેતરપિંડી કરનાર વધુ ચાર આરોપી ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં છેતરપિંડી કરનાર વધુ ચાર આરોપી ઝડપાયા
મુખ્ય સૂત્રધારને દિલ્હી ટ્રેનમાંથી મુંબઇ પોલીસે ઝડપ્યો
અન્ય ત્રણ ઠગ આરોપીઓને પોલીસે સુરતથી ઝડપ્યા
કોઇન અને ટોકનમાં રોકાણ કરાવી છેતરપિંડી કરતા
અત્યાર સુધી પોલીસે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી

ક્રીપ્ટો કરન્સીના અલગ અલગ કોઈનમાં ઈન્વેસ્ટમેન્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર ટોળકીના માસ્ટર માઈન્ડ સુત્રધારને મુંબઈથી દિલ્હી જતી ટ્રેનમાંથી તો તેના ત્રણ સાગરીતોને સુરતથી સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા હતાં.

સુરત ના ફરિયાદીને જુદાજુદા ક્રીપ્ટો કરન્સી કોઈનમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી એક વર્ષમાં રોકાણના ત્રણ થી ચાર ગણા રૂપિયા થઈ જશે તેવી લાલચ આપી માર્ચ 2022થી ગુનો દાખલ થયો ત્યાં સુધી વિવિધ કાવતાઓ રચી આરબીઆઈની કોઈપણ પ્રકારની મંજુરી વગર તથા લોકો પાસેથી નાણા ઉઘરાવવાની કોઈપણ પ્રકારની મંજુરી મેળવ્યા વગર ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 56 લાખ 26 હજારથી વધુ રૂપિયાનુ રોકાણ કરાવી રૂપિયા પરત ન આપી ઠગાઈ આચરી હતી જે અંગે વર્ષ 2023માં ફરિયાદ નોંધાઈ હતી. તો હાલ સુરત સાયબર ક્રાઈમની ટીમે આ ટોળકી અંગે તપાસ કરતા ગેંગનો મુખ્યા માસ્ટર માઈન્ડ સુભાષચંદ્ર રામરતન ઝેવરયા હોવાનુ અને તે મુંબઈમાં હોવાની માહિતી મળતા એક ટીમ મુંબઈ ગઈ હતી જો કે મુંબઈથી આરોપી ટ્રેનમાં દિલ્હી જઈ રહ્યો હોય જેથી તેને ચાલુ ટ્રેનમાં ઝડપી પાડ્યો હતો અને તેના ત્રણ સાગરીતો અશ્વિન પરસોત્તમ ઠુમ્મર, સંજય નાનજી પટેલ અને નરેન્દ્ર ગોરધન દુધાગરાને સુરતથી સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા હતાં. અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *