ભાવનગર-અમદાવાદ હાઈવે પર મોતની સવારી

Featured Video Play Icon
Spread the love

ભાવનગર-અમદાવાદ હાઈવે પર મોતની સવારી
ઓવરલોડ વાહનમાં જીવ જોખમમાં,
ટ્રાફિક તંત્ર સામે ઉઠયા ગંભીર સવાલ

ભાવનગરથી અમદાવાદ બનેલા ટૂંકા રોડ ઉપર મોતની સવારી જોવા મળી હતી.

ભાવનગરમાં એક કાર ઉપર સામાન, માણસો ખચોખચ ભરેલા હતા. ત્યારે ટ્રાફિક પોલીસ તંત્ર સામે સવાલ ઊભો થાય છે. ભાવનગરથી અમદાવાદ જયાં નેશનલ હાઇવે બન્યો છે અને ગતિ ૧૦૦ કરતા વધુની હોય છે તેવા સમયે એક વાહનમાં નિયમોના છેદ ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વાહનમાં ભરેલો સામાન અને માણસોને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઊભો થતો હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસે લાયસન્સ અને અન્ય દસ્તાવેજ શહેરમાં માંગવામાં આવે છે. પરંતુ હાઈવે ઉપર બેફામ નિયમોના થતા ઉલાળીયાની સામે આખરે કચારે પગલા ભરાશે તે પ્રશ્ન પણ ઉભો થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *