એકતાનગરમાં આવેલા સરદાર પટેલ જુઓલોજી પાર્કમાં વિદેશી પ્રાણી
વિદેશી પ્રાણીઓને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી.
નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે આવેલ સરદાર પટેલ જુઓલોજી પાર્ક જંગલ સફારીમાં દેશી અને વિદેશી 1,500 થી વધુ પશુ પક્ષીઓ આવેલા છે. જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું છે. હાલમાં નર્મદા જિલ્લાનું તાપમાન 35 થી 40 ડિગ્રી તાપમાન રહે છે. ત્યારે જુઓલોજી પાર્કમાં વિદેશી પ્રાણીઓને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી.
નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે આવેલ સરદાર પટેલ જુઓલોજી પાર્ક જંગલ સફારીમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા મેનેજમેન્ટ તરફથી એ.સી. કુલર, વોટર સ્પ્રીંક્લર, ફુવારાનો ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હાલમાં નર્મદા જિલ્લાનું 35 થી 40 ડિગ્રી તાપમાન છે. પશુ -પક્ષીઓના ડોમમાં પાણીના કુંડ બનાવ્યાં છે. સતત પાણી છંટકાવ કરતુ રહે એવા ફુવારા મુકવામાં આવ્યા છે એટલે ઠંડા પાણીથી વાતાવરણ માં ભેજ જળવાઈ રહે અને પ્રાણીઓ ને ગરમી ના લાગે આટલુંજ નહિ ઉનાળામાં ખાસ પાણી, પાણીદાર ફળો અને જેમાં પણ ઠંડા પદાર્થો આપવામાં આવી રહયાં છે.
હાલમાં નર્મદા જિલ્લાનું તાપમાન 35 થી 40 ડિગ્રી તાપમાન છે. સમર પ્લાનના હિસાબે પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીના લાગે એમાટે પાણીના છઁટકાવ માટે ફુવારા. સ્પ્રીંક્લર સહીત કુલર એસી લગાવી દીધા છે અને હાલ આટલી ગરમીમાં પણ તમામ પ્રાણીઓને અનુકૂળ વાતવરણ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
