પિતાના મિત્ર અને સથી કર્મચારી એજ આચર્યું દુષ્કર્મ
કોસંબા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી
માંગરોળ તાલુકાના પીપોદ્રા જીઆઈડીસી વિસ્તાર માં 6 વર્ષીય સગીરા સાથે આચરવામાં આવ્યું દુષ્કર્મ , સગીરાના પિતાના મિત્ર અને સથી કર્મચારી એજ આચર્યું દુષ્કર્મ , પોલીસે ગણતરીના કલાકોમાં નારાધમની કરી ધરપકડ
સુરત જિલ્લામાં ગુનેગારો બેફામ બની રહ્યા છે , એક બાદ એક ગંભીર પ્રકારના ગુના સામે આવી રહ્યા છે ,ગુનેગારોને જાણે પોલીસનો કોઇ ડર જ ના હોઈ એવું હાલ સુરત જિલ્લાનો માહોલ કહી રહ્યો છે , ત્યારે વધુ એક હૃદય કંપવનારી ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલી પીપોદ્રા ગામની GIDC માં બની છે , GIDC ની એક મિલમાં કામ કરતા અને મિલના ઉપર બનાવેલા રૂમમાં રહેતા પરિવારની એક માસૂમ 6 વર્ષીય સગીર દીકરીને નરાધમે પિંખી નાખી છે, દીકરીના માતા પિતા નીચે મિલમાં કામ કરી રહ્યા હતા દરમ્યાન સાથે કામ કરતા અને બાજુના રૂમ માજ રહેતા નરાધમ વિક્રમ ઠાકુરે માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું , દીકરીને જ્યારે પીડા થઈ અને દીકરીએ માતાને જાણ કરી અને માતા પિતા જ્યારે માસુમને લઈ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં જ્યારે ડોક્ટરે માસૂમ સાથે થયેલી હકીકત માતા પિતાને જણાવી ત્યારે માતા પિતાને પગ તળે થી જમીન સરકી ગઈ હતી , ડોક્ટરે માસૂમ સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું ,
જોકે દીકરીને હોસ્પિટલ લઈ જતા સમયે નજીકમાં રહેતો વિક્રમ ઠાકુર નામનો ઈસમ જે દીકરીના પિતા સાથે મિલમાં નોકરી કરતો હતોએ પણ સાથે આવ્યો હતો , જોકે ડોક્ટરે દીકરી સાથે દુષ્કર્મનું નિદાન કર્યું હોવાનું જાણ થતાં જ વિક્રમ ઠાકુર ત્યાંથી ભાગી છૂટ્યો હતો ,જોકે ડોક્ટર દ્વારા કોસંબા પોલીસને સમગ્ર ઘટના મામલે જાણ કરતા કોસંબા પોલીસે તાત્કાલિક વિક્રમ ઠાકુર વિરુદ્ધ ગુનો નોંધી ગણતરી ના કલાકોમાં નરાધમની ધરપકડ કરી લીધી હતી