પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતની ઉજવણીને અપાયો આખરી ઓપ
હનુમાન મહારાજને 6000 કિલો બુંદીનો એક લાડુ ભોગ ધરવામાં આવશે
અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવ મનાવવા અનોખો ઉત્સાહ
આગામી ૧૨ એપ્રિલે હનુમાન જન્મોત્સવ છે ત્યારે સુરતમાં 6000 કિલો બુંદીનો લાડુ બનાવવામાં આવી રહ્યો છે. પારદેશ્વ્ર અટલ આશ્રમ ખાતે આ લાડુ બનાવવામાં આવી રહ્યો છે. હનુમાન જન્મોત્સવ નિમિતે ભક્તોને આ લાડુ પ્રસાદીમાં આપવામાં આવશે.
સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણીનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હનુમાન જન્મોત્સવની ઉજવણી નિમિતે ૬૦૦૦ કિલોનો બુંદીનો મહા લાડુ બનાવવામાં આવી રહ્યો છે. આ અંગે આશ્રમના મહંત બટુકગીરી મહારાજે જણાવ્યું હતું કે , ૧૨ એપ્રિલ અને શનિવારના પાવન દિવસે હનુમાન જન્મોત્સવ છે ત્યારે વર્ષ ૨૦૦૪થી શરુ થયેલ બુંદીના લાડુ બનાવવાની પરંપરા આજે પણ અકબંધ છે. આ વર્ષે ૬૦૦૦ કિલો બુંદી દ્વારા મહા લાડુ બનાવવામાં આવશે. આ લાડુ બનાવવાની તેયારી પુરજોશમાં ચાલી રહી છે. આ લાડુ બનાવવા માટે ૩૦ જેટલા રસોઈયા દ્વારા બુંદી બનાવવામાં આવી રહી છે. આ મહા પ્રસાદનો લ્હાવો લેવા ભક્તોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.