સુરત : ડિંડોલી વિસ્તારમાં ગુનેગારો બેફામ
જુના ઝઘડાની અદાવતમાં માતા-પુત્ર પર હુમલો
માતા-પુત્રને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં માતા-પુત્ર પર હુમલો કરાતા હોસ્પિટલે ખસેડાયા હતાં.
સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે. જુના ઝઘડાની અદાવતમાં ઘર બહાર બેસેલા અમન રાજપુત અને તેની માતા પર જીવલેણ હુમલો કરાયો હતો ચપ્પુ વડે કરાયેલા હુમલામાં અમનના પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને બન્ને માતા-પુત્રને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં તો બનાવની જાણ થતા ડિંડોલી પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
