સુરતમાં મનોરંજનની સાથે સમાજમાં જાગૃતિ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મનોરંજનની સાથે સમાજમાં જાગૃતિ
વ્હાઈટ ટાઈગર પ્રોડકશન હાઉસ દ્વારા બ્લિડ વિથ પ્રાઈડ વેબ સિરીઝ
મહિલાઓના સ્વાસ્થ્ય અને પીરિયડ્સ જેવા સંવેદનશીલ વિષયો પર ચર્ચા

મનોરંજનની સાથે સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી વ્હાઈટ ટાઈગર પ્રોડકશન હાઉસ દ્વારા બ્લિડ વિથ પ્રાઈડ નામની વેબ સિરીઝ રજૂ કરવામાં આવી છે. 11 જુલાઈથી શરૂ થયેલી આ સાત એપિસોડની સિરીઝ મહિલાઓના સ્વાસ્થ્ય અને પીરિયડ્સ જેવા સંવેદનશીલ વિષયો પર ખુલ્લી ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો.

બ્લીડ વીથ પ્રાઈડ વેબ સિરીઝની વાર્તા એક નાના ગામમાં રહેતી આશા નામની કિશોરીના જીવનની આસપાસ ગોઠવાઈ છે. જીવનના વિવિધ સંઘર્ષો, મિત્રતા, પરિવાર અને લાગણીઓ વચ્ચે સમાજમાં ચાલી રહેલી જૂની માન્યતાઓ સામે લડવાની પ્રેરણાદાયક સફર આ સિરીઝમાં દર્શાવવામાં આવી છે. સિરીઝમાં માત્ર માસિક ધર્મ જ નહીં, પરંતુ પીકોડ, સેનિટરી હાઈજીન, મહિલાઓનું સ્વાસ્થ્ય, અસ્પૃશ્યતા અને નિઃસંતાનતા જેવા મહત્વના વિષયોને પણ સરળ અને સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવ્યા છે. નિર્માતા જયશીલા ચાવડાનો ઉદ્દેશ માત્ર મનોરંજન નહીં પરંતુ સમાજમાં જરૂરી ચર્ચાની શરૂઆત કરવાનો છે. આકૃતિ શર્મા, શ્રેયલ કલરા, રિયા સચદેવા, ગ્રુષા માંધ્યાની અને બાળ કલાકાર આરોહી પટેલના અભિનયથી સજ્જ આ વેબ સિરીઝના તમામ સાત એપિસોડ દર અઠવાડિયે વ્હાઈટ ટાઈગર પ્રોડક્શન હાઉસની અધિકૃત યુટ્યુબ ચેનલ પર નિઃશુલ્ક રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *