મઢી સુગરની ચૂંટણીમાં સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે રસાકસી.

Featured Video Play Icon
Spread the love

મઢી સુગરની ચૂંટણીમાં સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે રસાકસી.
14 ઝોનમાં 26 બુથ પર મતદાન, જેમાં માંડવી 1માં 1337 મતદારોમાંથી 830 તેમજ
માંડવી 2 માં 1345 માંથી 1017 મતદારોએ મતદારોએ મતદાન કર્યું.

મઢી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો છે. બંને પેનલ સાથે ભાજપ સાથે સંકળાયેલા આગેવાનો જોડાયેલા હોવાથી ચૂંટણીમાં આંતરિક રાજકીય ખેંચતાણ પણ જોવા મળી રહી છે. 17માંથી 3 ઝોન બિનહરીફ થયા બાદ બાકીના 14 ઝોન માટે 26 જેટલા મતદાન મથકો પર મતદાન યોજાયું હતું.

મઢી સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં બંને પેનલ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં રહ્યા હતા. કુલ 43 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. આશરે 18,900 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સહકાર પેનલના સમીર ભક્ત અને કિસાન પરિવર્તન પેનલના જીતેન્દ્ર પટેલ ઉર્ફે જીતુ બામણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. હવે મતદારોનો કળશ કઈ પેનલ તરફ ઢોળાય છે તેના પર સૌની નજર છે. ચૂંટણીનું સાચું ચિત્ર 22 સપ્ટેમ્બરે મઢી હાઈસ્કૂલ ખાતે યોજાનારી મતગણતરી બાદ સ્પષ્ટ થશે. ત્યાં સુધી પરિણામ માટે રાહ જોવી પડશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *