સુરતના ડુમસ રોડ પર ફરી વાહન ચાલકો વચ્ચે મારામારી

Featured Video Play Icon
Spread the love

સુરતના ડુમસ રોડ પર ફરી વાહન ચાલકો વચ્ચે મારામારી
અસામાજિક તત્વોએ સરેઆમ કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડ્યા
દારૂડીયાએ સતત હોર્ન વગાડતા ઝઘડો

સુરતના ડુમસ રોડ પર ફરી વાહન ચાલકો વચ્ચે મારામારીની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. તો દારૂડીયાએ સતત હોર્ન વગાડતા ઝઘડો થયો હોવાની ચર્ચા જોવા મળી હતી.

સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે જો કે નસેડીઓનો આતંક હજુ પણ યથાવત છે. ત્યારે સુરતના ડુમસ રોડ પર એક નસેડીના કારણે મારામારીની ઘટના બની હતી. ડુમસ રોડ પર એક દારૂડિયાએ સતત વાહનનો હોન વગાડતા અન્ય વાહન ચાલક સાથે બોલાચાલી થઈ હતી અને વાત વણસતા મારામારી સુધી પહોંચીહ તી. જેમાં અસામાજિક તત્વોએ સરેઆમ કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડ્યા હતાં. તો હાલ સ્થાનિકોમાં દારૂડિયા વાહન ચાલક સામે આક્રોશ જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *