સુરતમાં ભેંસ ચોરી આરોપી ઝડપાયો
ભેંસોની ચોરી કરી કતલ કરવાના ગુનામાં 1 મહિનાથી ફરાર હતા
સચીન જીઆઈડીસી પોલીસે સાદીક ભોલા રશીદ કુરેશીને પકડી પાડ્યો
સચીન જીઆઈડીસી પોલીસે ત્રણ ભેંસોની ચોરી કરી કતલ કરવાના ગુનામાં એક મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરતની સચીન જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે એક મહિના અગાઉ સચીન જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાંથી ત્રણ ભેંસોની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓમાંથી કેટલાકને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં જ નાસતા ફરતા માથાભારે આરોપી એવા મુળ મહારાષ્ટ્રના બુલઢાનાનો અને હાલ લીંબાયત રતનજી નગર ખાતે રહેતા સાદીક ઉર્ફે ભોલા રશીદ કુરેશીને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
