બરોડા ડેરી વિવાદ વકર્યો
મેરાકૂવા દૂધ મંડળીમાં ગેરરીતિ મુદ્દે દિનુ મામાનું નિવેદન
પ્રમુખ દિનેશ પટેલનો ધારાસભ્યને વળતો જવાબ,
સાવલીમાં થતાં કામોમાં ભ્રષ્ટાચાર ન થાય તેનું ધ્યાન રાખો,
બરોડા ડેરીના વહીવટી સામે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇમાનદારે કરેલા આક્ષેપ સામે બરોડા ડેરીના પ્રમુખ અને પૂર્વ ભાજપાના ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)એ વળતો જવાબ આપતાં જણાવ્યું હતું કે, સાવલીમાં થતાં કામોમાં ભ્રષ્ટાચાર ન થાય તેનું ધ્યાન રાખો, આ મનરેગા યોજના નથી.
બરોડા ડેરીના વહીવટી સામે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇમાનદારે કરેલા આક્ષેપ સામે બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલએ વધુમાં જણાવ્યું હતું કે, મોટા માથાના નામો કાલે ખુલતા હોય તો આજે ખુલે, અમે તેનાથી ડરતા નથી. અમે ઉપરવાળાથી ડરીએ છીએ. આ મનરેગા યોજના નથી. આતો કિલો પ્રમાણે લઈએ છીએ અને કિલો પ્રમાણે આપીએ છીએ. એટલે બાકીની વાતો ઠીક છે, પણ સરકાર મામલે જે થઇ રહ્યું છે તે તો હું પેપરમાં વાંચુ જ છું. કેતનભાઇની પૂરી જવાબદારી છે કે, તેમના વિસ્તારમાં થતા કામોમાં ભ્રષ્ટાચાર ન થાય તેની કાળજી રાખે. અહિંયા તો ખોટું નહીં થાય, નહિં થવા દઉં અને કોઇ કરશે તો તેને છોડું પણ નહીં.
દિનુમામાએ કહ્યું મારી પર આરોપ મુકાવાના, કારણ કે અમે વહીવટમાં બેઠા છીએ. વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રની આ એક સંસ્થા સારો વહીવટી કરે છે. ઘણી સંસ્થાઓ બંધ થઇ ગઇ છે તે સંસ્થાઓ ચાલુ કરાવવા માટે કેતનભાઇ થોડો સહયોગ આપે અને ખેડૂતોને મદદ કરવાના પ્રયાસો કરે તેવી આશા રાખું છું. બીજી તરફ કંપનીના એમ.ડી. અજય જોષીએ ધારાસભ્ય કેતન ઇમાનદારના આરોપોને ફગાવ્યા હતા. તેમણે કહ્યું કે, આમાં કોઇ તથ્ય નથી. અમારા દ્વારા કરવામાં આવેલી તપાસમાં કોઇ કૌભાંડ સામે આવ્યું નથી. અમે તપાસનો રિપોર્ટ જિલ્લા રજિસ્ટ્રારને મોકલી આપ્યો છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી