9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનના ભાગરૂપે મિટિંગ યોજાય.

Featured Video Play Icon
Spread the love

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનના ભાગરૂપે મિટિંગ યોજાય.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માંડવી ખાતે ઉપસ્થિત રહેશે

માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માંડવી ખાતે ઉપસ્થિત રહેનાર હોય જેના પૂર્વ તૈયારીના ભાગરૂપે મિટિંગ યોજાય.

માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માંડવી ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોય જેના તૈયારીના ભાગરૂપે આદિજાતિ મંત્રી કુવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં માંડવી અને સોનગઢ તાલુકાના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે તમામ વિભાગના અધિકારીઓ તેમજ પધાધિકારીઓને સુચારુ આયોજન થાય જે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અને વધુમાં વધુ સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ અર્જુન ચૌધરી, માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ , ટીડીઓ આર.એસ સોલંકી મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રી, સોનગઢના ટીડીઓ તેમજ માંડવી આર. એફ.ઓ વાઘેલા સાહેબ, તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *