સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ વાઇરલ કરનારની ધરપકડ
કડવાસણમાં મૃત પશુઓના અવશેષોનો વિડીયો કર્યો વાયરલ
વીડિયો બકરી ઈદ સાથે જોડી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી
ગીર સોમનાથ એલસીબી પોલીસે બકરી ઈદ પહેલા સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે. કડવાસણ મુળદ્વારકા રોડ પાસે પડતર જમીનમાં મૃત પશુઓના અવશેષોનો વીડિયો બનાવી તેને ગૌવંશની ગેરકાયદેસર કતલ સાથે જોડીને વાયરલ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ગીર સોમનાથના કડવાસણમાં આરોપીઓએ બકરી ઈદના તહેવાર દરમિયાન સમાજમાં અશાંતિ ફેલાવવાના ઇરાદે વીડિયો વાયરલ કર્યો હતો. પોલીસે સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું કે આ જગ્યાએ માત્ર મૃત પશુઓના અવશેષો જ હતા, ગેરકાયદેસર કતલની કોઈ પ્રવૃત્તિ થતી ન હતી. જુનાગઢ રેન્જ DIGP નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. એલસીબીની તપાસમાં જાણવા મળ્યું કે કડવાસણ ગામના લોકો મૃત પશુઓને આ જગ્યાએ નાખતા હતા.
પોલીસે વીડિયો બનાવનાર હરેશભાઇ ખીમજીભાઇ જાદવ (રહે. લીલવણ, હાલ-દ્રોણ)ની ધરપકડ કરી છે. જ્યારે બીજો આરોપી જયેશ ગોસ્વામી (રહે. મોરડીયા) હજુ ફરાર છે. આ કેસમાં એલસીબી ઇન્ચાર્જ PI એ.બી. જાડેજા, PSI એ.સી. સિંધવ સહિતની ટીમે કામગીરી કરી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી