સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓમાં વધુ એક આગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓમાં વધુ એક આગ
રીંગરોડ ખાતે આવેલ મિલેનીયમ 1 માર્કેટમાં આગ
દુકાનમાં લાગેલી આગને લઈ લાખોના નુકશાનની ભીતિ

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રીંગરોડ ખાતે આવેલ મિલેનીયમ 1 માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.

સુરતમાં આગના બનાવોમાં રોજેરોજ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના રીંગરોડ ખાતે આવેલ મીલેનીયમ 1 માર્કેટની એચ 4421-22માં અચાનક આગ ફાટી નીકળી હતી. સાડીની દુકાનમાં આગ લાગતા ધુમાડો નિકળતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો આસપાસના વેપારીઓએ તાત્કાલિક દુકાન બંધ કરી દીધી હતી. બીજી તરફ ફાયરને જાણ કરાતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર સતત પાણીનો મારો કર્યો હતો. જો કે આગમાંકોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો છે. પરંતુ દુકાનમાં લાગેલી આગને લઈ લાખોના નુકશાનની ભીતિ સેંવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *