સુરતના પાંડેસરા નાગસેન નગરમાંથી 500ની ચલણી નોટો મળી

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરા નાગસેન નગરમાંથી 500ની ચલણી નોટો મળી
500ની ચલણી નોટો સળગેલી હાલતમાં મળી આવતા કુતુહલ
સળગાયેલી નોટો રોડ પર કોણ નાંખી ગયુ તે એક સવાલ

સુરતના પાંડેસરા નાગસેન નગરમાંથી 500ની ચલણી નોટો સળગેલી હાલતમાં મળી આવતા કુતુહલ સર્જાયુ હતું.

સુરતમાં શુક્રવારે પાંડેસરા વિસ્તારમાં લોકો અચરજમાં જોવા મળ્યા હતાં. વાત એમ છે કે પાંડેસરા નાગસેન નગર વિસ્તારમાં રોડની સાઈડમાંથી 500ના દરની ચલણી નોટો સળગેલી હાલતમાં પડી હતી. મોટા પ્રમાણમાં નોટોના કટકા મળી આવ્યા હોય જેને લઈ લોકોમાં કુતુહલ સર્જાયુ હતું. ત્યારે આ સળગાયેલી નોટો રોડ પર કોણ નાંખી ગયુ કે કોઈએ સળગાવી તેવા સવાલો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *