સુરેન્દ્રનગરમાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવનું વાર્ષિક ઇન્સ્પેક્શન.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પરેડ માર્ચનું આયોજન કરવામાં આવ્યું.
જવાનોની કામગીરી, શિસ્ત અને તત્પરતાની પ્રશંસા કરી
સુરેન્દ્રનગર ખાતે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવનું વાર્ષિક નિરીક્ષણ યોજાયું હતું. વહેલી સવારે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પરેડ માર્ચનું આયોજન કરાયું હતું. આ પરેડમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. રેન્જ આઈ.જી. યાદવે પરેડનું નિરીક્ષણ કરી પોલીસ જવાનોની કામગીરી, શિસ્ત અને તત્પરતાની પ્રશંસા કરી હતી
રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવનું સુરેન્દ્રનગર ખાતે વાર્ષિક નિરીક્ષણ યોજાયું હતું. વહેલી સવારે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પરેડ માર્ચનું આયોજન કરાયું હતું, પરેડ સમાપ્ત થયા બાદ, રેન્જ આઈ.જી.એ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવા અને જાહેર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન અપાયું હતું.
નિરીક્ષણ દરમિયાન, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગુહાણે સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં શહેરના ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી. શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાઓને વ્યવસ્થિત કરવા માટે જરૂરી પગલાં લેવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી.એ સાયબર ફ્રોડના વધતા બનાવો અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નાગરિકોને અપીલ કરી કે કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
