સુરતમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલનનું એલાન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલનનું એલાન
કૃષિ ક્ષેત્રની હાલની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી
ખેડૂત એકતાનું પ્રદર્શન કરવા અનુરોધ કરવામાં આવ્યો

સુરતમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલનનું એલાન કરાયુ હોય તેમ પત્રિકા જાહેર કરી ખેડૂતોને એકજૂથ બની પોતાના હક માટે લડવા અને આગામી કાર્યક્રમમાં જોડાવા અપીલ કરાઈ હતી.

ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોને સંબોધીને જાહેર કરવામાં આવેલી પત્રિકામાં કૃષિ ક્ષેત્રની હાલની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સમિતિએ જણાવ્યું છે કે ખેડૂતોને પાકના યોગ્ય ભાવ, સહાય અને અન્ય મૂળભૂત પ્રશ્નોમાં સતત અન્યાય થઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પત્રિકામાં ખેડૂતોને સંગઠિત બની પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાની અપીલ કરવામાં આવી છે. સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરી ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. સાથે જ તમામ ખેડૂતોને આગામી આંદોલન અને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાઈ ખેડૂત એકતાનું પ્રદર્શન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *