બારડોલીમાં મહત્ત્વની બેઠક યોજાઈ

Featured Video Play Icon
Spread the love

બારડોલીમાં મહત્ત્વની બેઠક યોજાઈ
અધ્યક્ષ જગદીશ પંચાલના સન્માન સમારોહનું આયોજન
તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા

બારડોલીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષના ભવ્ય સન્માન સમારોહના આયોજન માટે મહત્ત્વની બેઠક યોજાઈ

ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં હાજર રહેવા સૂચના​નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ ભા.જ.પા. અધ્યક્ષ જગદીશ પંચાલના સન્માન સમારોહનું બારડોલી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે બારડોલી નગર ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનું અધ્યક્ષસ્થાન પૂર્વ કેબિનેટ પ્રધાન અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકને સંબોધતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ આવનાર હોય, ત્યારે સંગઠનની શક્તિ દર્શાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરોને હાજર રહેવા તેમણે સૂચના આપી હતી. આયોજન બેઠક સીનીયર સીટીઝન હોલ, બારડોલી ખાતે રાખવામાં આવી હતી, જેમાં સન્માન સમારોહના સુચારુ આયોજન માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ બેઠકમાં બારડોલી નગરના તમામ નગરસેવકો તેમજ બારડોલી તાલુકાના સંગઠન પ્રમુખ, અન્ય હોદ્દેદારો અને તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવાનો સંકલ્પ લીધો હતો. આ સન્માન સમારોહ 12 ઓક્ટોબર 2025ના રોજ બારડોલીની નાંદીડા ચોકડી ખાતે રાખવામાં આવ્યો છે. સમગ્ર બારડોલી પંથકમાં પ્રદેશ પ્રમુખશ્રીના આગમનને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *