સુરતના ડિંડોલી ખાતે હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપી

Featured Video Play Icon
Spread the love

સુરતના ડિંડોલી ખાતે હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપી
આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
હત્યારા કમલાકર ઉર્ફે કિરણ મધુકર અને યશ ઉર્ફે દાદુ ભાવસાહેબ શિંદે

સુરતના ડિંડોલી ખાતે આવેલ નરોત્તમનગરના ઘર નંબર 133 પાસે કરાયેલી હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર 2 ડામોર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૬ રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઇ ડીવિઝન એન.પી.ગોહિલની સુચનાને લઈ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ડિંડોલી વિસ્તારમાંનરોત્તમ નગરના ઘર નંબર 133 પાસે રામકૃષ્ણ ઉર્ફે નાના રાજારામ પાટીલની હત્યા કરાઈ હોય જે ગુનાના આરોપીઓને ઝડપી પાડવા ટીમ મેદાને હતી ત્યારે પીઆઈ આરજે ચુડાસમાની સુચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઈ એલએચ મસાણી ટીમના અહેકો રાજદિપસિંહ તથા અપોકો અનિલભાઇને મળેલી બાતમીના આધારે હત્યાના ગુનાને અંજામ આપી ભાગી છુટેલા હત્યારાઓ કમલાકર ઉર્ફે કિરણ મધુકર રૂલે અને યશ ઉર્ફે દાદુ ભાવસાહેબ શિંદેને ગણતરીના કલાકમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *